બિપરજોય વાવાઝોડાંમાં સુરક્ષાની સ્થિતિને ઘ્યાને લઈ જિલ્લાના તમામ અધિકારી અને કર્મચારીઓને તેમને સોંપવામાં આવેલ ફરજના સ્થળ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી તેમજ પૂર્વ મંજૂરી વિના ફરજ પરનું સ્થળ ન છોડવા આદેશ કર્યો હતો તેમ છતાં હળવદ તાલુકાના ચંદ્ર ગઢ ગામના મહિલા તલાટી મંત્રી બી. એ પટેલ ફરજમાં હાજર ન રહેતા ડીડીઓ એ તેમને તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
મોરબી જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની સંભાવના હોવાના કારણે જિલ્લા પંચાયત કચેરી, મોરબી હસ્તકના તમામ અઘિકારી/કર્મચારી હેડ કવાર્ટરમાં હાજર રહેવા અને તાકીદના સમયે સ્ટેન્ડ બાય રહેવા મોરબી જિલ્લા વિકાસ અઘિકારી ડી.ડી. જાડેજા દ્રારા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી.તેમ છતા હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામના મહિલા તલાટી કમ-મંત્રી બી.એ. પટેલ હેડકવાર્ટર ખાતે કોઇ પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર રહ્યા હોવાનું જિલ્લા વિકાસ અઘિકારી ડી.ડી. જાડેજાના ઘ્યાને આવતા બિપોરજોય વાવાઝોડા જેવી ગંભીર પરિસ્થિતિ દરમિયાન બી.એ.પટેલની ફરજમાં અન અઘિકૃત ગેરહાજરી બદલ સસ્પેન્ડ કરવાનો જિલ્લા વિકાસ અઘિકારી દ્રારા આદેશ કરવામાં આવ્યો છે. આ બાબતે ખાતાકીય તપાસ હાથ ઘરવાનો નિર્ણય પણ કરવામાં છે.

