હળવદના દેવીપુર ગામમાં રહેતા તારબુદીયા પરિવારની 16 વર્ષીય સગીર વયની દીકરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.બનાવ બાદ સગીરાને હળવદ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તબીબોએ મૃત જાહેર કરી પીએમ અર્થે ખસેડી હતી મૃતકનું નામ માધવી તારબુદિયા હોવાનું અને તાજેતર ધોરણ 10 પાસ કર્યું હતું. માતા પિતા અભ્યાસ કરવા બાબતે ઠપકો આપતા લાગી આવ્યું હોય અને પગલું ભર્યા હોવાનુ સામે આવ્યું છે બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં એડી નોધાઇ હતી આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવીપુર ગામમ રહેતા મહેશભાઈ તારબુંદિયાની 16 વર્ષની પુત્રી માધવી તારબુંદીયાને ધોરણ-10માં ઓછા ટકા આવ્યા હોય જેથી તેની માતા એ મોબાઈલમાં ધ્યાન આપવાના બદલે અ અભ્યાસમાં ધ્યાન આપવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી વિદ્યાર્થિનીને મનમાં લાગી આવતા દેવીપુર ગામમાં સગીર વિદ્યાર્થિની માધવી તારબુદીયાએ ઘરમાં જ સાડીથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતે ચરાડવા બીટના એએસઆઈ રવિરાજસિંહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દેવીપુર ગામની વિદ્યાર્થિનીને નવા મોબાઈલ અંગે પરિવાર સાથે વાત કરી હશે અને ધોરણ-10માં પણ ઓછા ટકા આવ્યા હોવાથી ભણવા બાબતે ટકોર કરતા તેણીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો. વિદ્યાર્થિનીની લાશને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

