HomeGujaratમોરબીમાં RSS અને સહયોગી સંસ્થાએ 210 જેટલા લોકો માટે આશ્રય સ્થાન અને...

મોરબીમાં RSS અને સહયોગી સંસ્થાએ 210 જેટલા લોકો માટે આશ્રય સ્થાન અને ભોજનની વ્યવસ્થા કરી

બિપોરજોય વાવાઝોડા થી અસરગ્રસ્ત મોરબી જિલ્લા માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ડો. હેડગેવાર સ્મારક સમિતિ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા સેવા કાર્ય ચાલી રહ્યા છે ત્યારે આજ રોજ મોરબી અને માળિયા તાલુકાના સીમાવર્તી ગામ,ટંકારા તાલુકાના ગામના છૂટા છવાયા ઝૂપડપટ્ટીમાં રહેતા તેમજ અલગ અલગ જગ્યાએ થી સ્થળાંતર કરાયેલ લોકો માટે ફૂડ પેકેટ તથા અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને યોગ્ય જગ્યાએ આશરો આપવાનું કાર્ય કર્યકતાઓ દ્વારા કરવામાં આવ્યું…. લીલાપરની શાળા માં ૨૧૦ લોકો ને આશ્રય,ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉમિયા આશ્રમ શનાળા રોડ ખાતે રસોડું શરૂ કરવામાં આવ્યું છે જ્યાં વિભાગ સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારા એ મુલાકાત કરી માર્ગદર્શન આપ્યું હતું આં ઉપરાતં .મોરબી માળિયા ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમની ટીમ સાથે સંઘ કાર્યાલય પર આવેલ અને સહયોગની ખાતરી આપી હતી.હાલ ની પરિસ્થિતિ માં સંઘ કાર્યાલય સતત કાર્યરત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW