HomeGujaratમાળિયાના અલગ અલગ PHC માં દાખલ ત્રણ સગર્ભાઓની પ્રસૂતિ, ત્રણેય માતા સ્વસ્થ...

માળિયાના અલગ અલગ PHC માં દાખલ ત્રણ સગર્ભાઓની પ્રસૂતિ, ત્રણેય માતા સ્વસ્થ બાળકોને આપ્યો જન્મ

સંભવિત બિપોરજોય વાવાઝોડાને લગતી કરવાની થતી કામગીરીના ભાગરૂપે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને  લેતા ખરેડા ગામની આસપાસની જે સગર્ભા બહેનોને ડિલિવરીની તારીખ નજીક હોય એવા સગર્ભા બહેનોને મોરબી તાલુકાના ખરેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જેમાંથી ૧ સગર્ભાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરેડા ખાતે ગત રાત્રે ૦૯:૦૦ કલાકે સગર્ભા બહેનની ખરેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. કે.પી. વિડજા અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમયે બાળકનું વજન ૨.૮૦૦ કિગ્રા છે

આ ઉપરાંત ખાખરેચી ગામ અને આસપાસના ગામ અને વિસ્તારામાં જે સગર્ભા બહેનોને ડિલિવરીની તારીખ નજીક હોય એવા સગર્ભા બહેનોને ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત અગર વિસ્તાર તથા વાડી વિસ્તારના લોકોને આશ્રય માટે કુંભારીયા સ્કૂલ ખાતે આશ્રય માટે રાખવામાં આવ્યા છે. જેમની પણ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચીના આરોગ્ય સ્ટાફ દ્વારા  આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.આ તપાસ દરમિયાન ૧ સગર્ભા બહેનને ડિલિવરીની સંભવિત તારીખ ૨૨ જૂન હતી પરંતુ તેમની આરોગ્ય તપાસ કરતા ડિલિવરી થઈ શકે તેમ હોઈ સગર્ભા બહેનને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી ખાતે દાખલ કરવામાં આવેલ હતા. ગઈકાલે તારીખ. ૧૪-૦૬-૨૦૨૩ ના રોજ રાત્રે ૧૦:૫૩ કલાકે સગર્ભા બહેનની ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમયનું બાળકનું વજન ૩.૨૦૦ કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.

એવા ૩ સગર્ભા બહેનોને સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવેલ હતા. પિએચસીમા દાખલ સગર્ભા બહેનોમાં થી ૧ બહેનની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના મેડિકલ ઓફિસર ડો. નિરાલી ભાટીયા અને નર્સિંગ સ્ટાફ  દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમયનું બાળકનું વજન ૩.૬ કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW