અરબી સમુદ્રમાં સર્જાયેલ બીપરજોય વાવાઝોડું હવે ગુજરાત તરફ ફંટાય રહ્યું છે અને આગામી 48 કલાક દરમિયાન કચ્છ અને જામનગર વચ્ચેના દરિયાકાઠા સાથે અથડાય તેવી સંભાવના છે આ સંભાવનાને ધ્યાને લઇ રાજ્ય સરકારની સુચનાથી તમામ દરિયાકાંઠા ધરાવતા જિલ્લા તેમજ વાવાઝોડાની અસર થાય તેવી સંભાવના ધરાવતા જિલ્લાને હાઈ એલર્ટ પર રાખ્યું છે મોરબી જીલ્લાને પણ હવામાન વિભાગે હાઈ એલર્ટ પર મુકયું છે ચક્રાવતી તોફાન બીપર જોય વાવાઝોડાને પગલે જીલ્લામાં 150 કિમી થી પણ વધુની ઝડપે પવન ફુકાય અને અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે
મોરબી જિલ્લાના નવલખી પોર્ટમાં પણ 10 નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની સ્થિતિને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે લોકોને ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

