HomeGujaratવાવાઝોડાને પગલે મોરબીના નવલખી પોર્ટ પર મુકાયું 4 નંબરનું સિગ્નલ

વાવાઝોડાને પગલે મોરબીના નવલખી પોર્ટ પર મુકાયું 4 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત બિપર જોય સતત ગુજરાતના દરિયા કિનારાનીનજીક આવી રહ્યું છે.ત્યારે મોરબી જિલ્લામાં તેજ પવન ફુંકાઈ શકે છે અને ભારે વરસાદ ની સંભાવના છે. આ.સ્થિતિને ઘ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે અલગ અલગ સ્થળે લોકોને ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે તો દરીય કિનારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી તૈયારી કરવામાં આવી રહી છે.નવલખી દરિયા કિનારે પણ તેજ પવન ફુંકાવવાની સંભાવનાં ને પગલે જિલ્લામાં એક એન્ડી આર એફ ની ટીમ તૈનાત કરવામાં આવી છે જે આગામી 24 કલાકમાં મોરબી આવી પહોંચશે બીજી તરફ જિલ્લાના નવલખી પોર્ટ પર પણ ભય જનક 4 નંબર સિગ્નલ લગાવાયું છે.

વાવાઝોડા સંદર્ભે જિલ્લા કક્ષાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરજ બજાવવા માટે મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આઈ.પી. મેર, હળવદ પ્રાંત અધિકારી એચ.કે. આચાર્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, જિલ્લા આયોજન અધિકારી જીગ્નેશભાઈ બગીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, મોરબી જિલ્લા ઉધોગ કેન્દ્ર મેનેજર કે.વી.મોરી, કાર્યપાલક ઈજનેર , માર્ગ અને મકાન (પંચાયત), એ.એન. ચૌધરી વગેરેને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમને ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરજ બજાવવાની રહેશે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ ડે મામલતદાર કક્ષાના.અધિકારીઓને કન્ટ્રોલ રૂમમાં વરસાદ અને અન્ય જાન માલ નુકશાન તેમજ અન્ય જરૂરી માહિતી દર બે કલાકે અપડેટ કરવા સૂચના આપવામાં આવી છે.

(બોક્સ)મોરબી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW