HomeGujaratમોરબીમાં ટ્રક હડફેટે લેતા બે યુવાનના કમકમાટી મોત

મોરબીમાં ટ્રક હડફેટે લેતા બે યુવાનના કમકમાટી મોત

મોરબી તાલુકા પોલીસ મથકમાં ઘૂટું ગામના બે યુવક તેનું બાઈક લઇ ટીંબડી ગામ બાજુથી તેના ઘરે જતા હતા તે દરમિયાન બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા બન્ને કમકમાટી ભર્યા મોત થયા હતા બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે 

મોરબી તાલુકા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામમાં રહેતા સંજયભાઈ દિનેશભાઈ સનુરા અને મુનેશ અનુભાઈ સુરેલા નામના બે યુવાન બુધવારે રાત્રે કામ પરથી મોરબી માળિયા નેશનલ હાઈવે પરથી પરત ફરતા હતા તે દરમિયાન ટીંબડી ગામના પાટિયા પાસેથી એક ટ્રક બાઈક સાથે અથડાતા બન્ને યુવાન  નીચે પટકાયા હતા અને સંજય અને મુનેશ બન્નેને ગંભીર ઈજા પહોચતા તેમના કમકમાટી ભર્યા મોત નીપજ્ય હતા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મુકીને ફરાર થઇ ગયો હતો  બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW