સરકાર શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાત બાળકોને કુપોષણમાંથી મુક્ત કરી શારીરિક અને માનસીક રીતે સ્વસ્થ બનાવવા સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે મધ્યાહન ભોજનની વ્યાવસ્થા કરવામાં આવે છે જેમાં બાળકોને બપોરનુ પૌષ્ટીક ભોજન અર્પણ કરવામાં આવે છે. ત્યારે મોરબી વજેપર વાડી પ્રાથમિક શાળામાં ઉનાળા તથા ચોમાસાના સમયમાં બાળકોને મધ્યાહન ભોજનમાં અગવડતા ઉપસ્થિત થતી હતી.
તે સમસ્યાના કાયમી નિવારણ માટે શાળા પરિવાર તથા SMC કમિટી દ્વારા સમાજના અગ્રણીઓને જાણ કરવામાં આવી હતી. બાળકોની ઉજ્જવળ ભવિષ્ય માટે હરહંમેશ કાર્યરત એવી વજેપરવાડી પ્રાથમિક શાળાના બાળકો ની આ સમસ્યા નિવારવા માટે સમાજ અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા, કૌશિકભાઈ નાનજીભાઈ નકુમ, હસમુખભાઈ પુંજાભાઈ નકુમ, ધનજીભાઈ લક્ષ્મણભાઈ નકુમ, મનસુખભાઈ જીવણભાઈ નકુમ, ઘેલજીભાઈ કુંવરજીભાઈ કંઝારીયા, પરબતભાઈ મલાભાઈ ડાભી, ચેતનાબેન મીઠાભાઈ પટેલ, ખીમજીભાઈ રાઘવજીભાઈ દેસાઈ, મહાદેવભાઈ ઉટવાડીયા, ભાવનાબેન શંકરભાઈ પટેલ તથા શાળા ના શિક્ષકો સહીત નાં અગ્રણીઓ દ્વારા ૩૦૦ બાળકો એક સાથે ભોજન ગ્રહણ કરી શકે તેવા વિશાળ શેડ નુ નિર્માણ કરવા માં આવ્યુ છે.
શેડ નુ નિર્માણ કાર્ય પૂર્ણ થતા મુખ્ય સહયોગી મોરભાઈ રામજીભાઈ કંઝારીયા દ્વારા વિદ્યાર્થીઓને આઈસક્રીમ વિતરણ કરવામાં આવ્યો હતો. વજેપરવાડી પ્રાથમિક શાળા-મોરબી ના શિક્ષકોએ તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

