HomeGujaratમોરબીમાં અપૂરતું પાણી મળવાની રાવ સાથે સ્થાનિકો પાલિકા કચેરી એ પહોચ્યા

મોરબીમાં અપૂરતું પાણી મળવાની રાવ સાથે સ્થાનિકો પાલિકા કચેરી એ પહોચ્યા

મોરબી શહેરમાં ઉનાળો શરુ થવાની સાથે પીવાના પાણી પૂરતા પ્રમાણના ન મળતા હોવાની ફરિયાદો શરુ થઇ ગઈ છે. ખાસ કરીને જે વિસ્તારમાં વધુ એપાટર્મેન્ટ આવેલા છે તેવા વિસ્તારમાં આ ફરિયાદ કાયમી રહે છે .પાલિકા દાવો કરે છે કે તમામ વિસ્તારમાં જરૂરરિયાત મુજબ પાણી અપાય છે પરંતુ સ્થાનિકો આક્ષેપ કરે છે કે તેમને પુરતું પાણી મળતું નથી આવી અવારનવાર આવતી ફરિયાદ વચ્ચે આજે પંચાસર નજીક આવેલ શ્રીમદ રાજનગર વિસ્તારના શિવ દર્શન એપાર્ટમેન્ટમાં રેહતા સ્થાનિકો ગઈ કાલે મોરબી પાલિકા કચેરીમાં આવી પહોચ્યા હતા અને તેમણે છેલ્લા 2 વર્ષથી પુરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાનું જણાવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે તેઓ પાલિકા દ્વારા આપવામાં આવતા તમામ વેરા સમયસર ભરપાઈ કરવામાં આવતા હોવા છતા પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અગાઉ પણ અનેક વખત આ મુદે રજૂઆત કરી હતી પરંતુ કોઈ સુધારો થતો નથી પાણીનું પ્રેસર એટલું ધીમું રહે છે કે પાણી પૂરતા પ્રમાણમાં ભરાતું નથી જેના કારણે વેરો ભરવા છતાં વેચાતું પાણી લેવું પડે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW