HomeGujaratમોરબીના કેરાળામાં ખેડૂત પરિવાર ફળીયામાં સુતો રહ્યોને તસ્કરો રૂ.6.30 લાખનો મુદામાલ સાફ...

મોરબીના કેરાળામાં ખેડૂત પરિવાર ફળીયામાં સુતો રહ્યોને તસ્કરો રૂ.6.30 લાખનો મુદામાલ સાફ કરી ફરાર

મોરબી તાલુકાના કેરાળા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા દિલીપભાઈ કારાવડીયા અને તેના પરિવારના સભ્યો ફળિયામાં સુતા હતા અને મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરની બારીની ગ્રીલ તોડી તેમાંથી ઘરમાં પ્રવેશ કરી ઘરની તિજોરી સુધી પહોચી ગયા હતા અને તિજોરીમાં રાખેલા 3.50 લાખ રોકડા, સોનાના દાગીના સહીત 6.30 લાખના મુદામાલની ચોરી કરી લઇ ગયા હતા

વહેલી સવારે દિલીપભાઈના પત્ની વર્ષાબેન જાગ્યા ત્યારે ઘરમાં બધો સામાન વેર વિખેર હાલતમાં જોવા મળતા તેઓએ પરીવારના સભ્યોને જાણ કરતા પરિવારજનોએ તપાસ કરતા ઘરમાં ચોરી થયાની જાણ થતા તેઓએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી બનાવ આધારે તાલુકા પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW