HomeGujaratટંકારાના હિરાપરમાં કલેકટરે રાત્રી સભા યોજી લોક પ્રશ્નો સાંભળ્યા,સમસ્યાનો ઉકેલ લાવવા તાકીદ

ટંકારાના હિરાપરમાં કલેકટરે રાત્રી સભા યોજી લોક પ્રશ્નો સાંભળ્યા,સમસ્યાનો ઉકેલ લાવવા તાકીદ

ટંકારાના હિરાપર ગામે કલેકટરે રાત્રી સભા યોજી લોક પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં વિવિધ પ્રશ્નોનો તાકીદે નિકાલ કરવા સબંધિત વિભાગોને સૂચના અપાઈ હતી. સાથે ગ્રામજનોને સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું.

ટંકારા તાલુકાના હીરાપર ગામે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ હતી. જેમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા. આ સભામાં સ્થળ ઉપર ઉપસ્થિત લોકોના પ્રશ્નો સાંભળી તેનું સમાધાન લાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી. વધુમાં ધારાસભ્ય દ્વારા સરકારની વિવિધ યોજનાઓ ઉપરાંત આયુષમાન કાર્ડ, પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દે લોકોને જાણકારી આપી હતી. આ સભામાં કલેકટર, ડીડીઓ, પ્રાંત અધિકારી, મામલતદાર ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ પ્રભુ કામરીયા અગ્રણી હોદેદારો, ગામના સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW