મોરબી-રાજકોટ હાઈવે પર આવેલા ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામ પાસે બુધવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ શનિ અરવિંદભાઈ સુરેલા અને પીયુષભાઈ નામના બે યુવાનો GJ03LA-8106 નંબરબાઈક લઈને જતા હતા તે દરમિયાન ધ્રુવનગર પાસે અચાનક કોઈ કારણસર બાઈક બેકાબુ બની ગયું હતું અને રસ્તા પર સ્લીપ ખાઈ જતા બન્ને યુવકને ઈજા પહોચી હતી ઘટનાને પગલે 108ની ટીમને જાણ કરતા 108ની ટીમ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી બનાવમાં બાઈક સવાર શનિ અરવિંદને ગંભીર ઈજા પહોચતા તેનું મોત થયું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે બાઈકચાલક યુવક શનિ વિરુદ્ધ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

