માર્ચ 2023માં ગૂજરાત રાજ્ય માધ્યમિક અને ઉચચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષાઓના એક પછી એક એક પરિણામ જાહેર થયા છે અગાઉ ધોરણ12 વિજ્ઞાન પ્રવાહનું અને બાદમાં ધોરણ10નું પરિણામ જાહેર થયા બાદ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે,મોરબી જીલાલનું અગાઉ ધોરણ12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યા બાદ ધોરણ 10માં પણ જિલ્લા કક્ષાએ ઉતીર્ણ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી મુજબ 75.43ટકા સાથે બીજા ક્રમે રહ્યા બાદ આજે વધુ એક ક્રમનો ધટાડો આવ્યો છે.
સમગ્ર રાજ્યનું 73.27 ટકા પરિણામ આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાનું 83.34 ટકા પરિણામ આવ્યું છે અને સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો પરિણામમાં ત્રીજા ક્રમે રહ્યો છે.નોંધનીય છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં દિકરાઓની તુલનાએ દિકરીઓએ મેદાન માર્યું છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023મા લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યનું સરેરાશ 73.27 ટકા પરિણામ જાહેર થયું છે. આજે જાહેર થયેલા પરિણામોમા ભુજ જિલ્લાએ 84.59 ટકા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે, જ્યારે બીજા ક્રમે બોટાદ જિલ્લાનું 84.12 ટકા પરિણામ આવ્યું છે અને મોરબી જિલ્લો 83.34 ટકા સાથે મોરબી જિલ્લો ત્રીજા ક્રમે રહ્યો છે.-

