HomeGujaratમોરબીના લાતી પ્લોટમાં આવેલ ઘડિયાળ ફેક્ટરીમાં આગ,ફાયર વિભાગે મેળવ્યો કાબુ

મોરબીના લાતી પ્લોટમાં આવેલ ઘડિયાળ ફેક્ટરીમાં આગ,ફાયર વિભાગે મેળવ્યો કાબુ

મોરબીના લાતી પ્લોટમાં આવેલ ઘડિયાળની ફેક્ટરીમાં અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટમાં આવેલ મંગલમ કલોક નામની ફેકટરીમાં શુક્રવારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની એક મીની વોટર બ્રાઉઝર એન એક મોટા બ્રાઉઝર સાથે ફાયર ફાયટરની ટીમ દોડી ગઈ હતી અને સતત 5 કલાક સુધી પાણીનો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. સાંકડી જગ્યા અને આગ વિકરાળ સ્વરૂપ હોવાથી ત્રણ કલાક સુધી તો માત્ર ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફ્લોરની આગ કાબુમાં લઇ શકાય હતી બનાવમાં મોટા પાયે કાચા માલ તૈયાર ઘડિયાળ અને મશીનરીમાં આગ લાગી જતા મોટા ભાગનો મુદામાલ ભસ્મી ભૂત થઇ ગયો હતો બનાવનું કારણ સામે આવ્યું નથી પણ પ્રથમિક તારણ મુજબ શોક સર્કીટ લાગવાથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW