HomeGujaratમોરબીમાં નશાયુક્ત પીણું પીવડાવી પરણીતાને બેભાન કરી ચાર શખ્સે દુષ્કર્મ આચર્યું

મોરબીમાં નશાયુક્ત પીણું પીવડાવી પરણીતાને બેભાન કરી ચાર શખ્સે દુષ્કર્મ આચર્યું

મોરબી શહેરમાં રહેતી અને બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી એક પરણીતાને તેની દુકાનની બાજુમાં દુકાન ધરાવતા એક શખ્સે દુકાનના ભાડા બાબતે વાતચીત કરવાનું બહાનું કરી પોતાની ઓફિસમાં બોલાવ્યા બાદ તેણે નશાયુક્ત પીણું પીવડાવ્યું હતું જેથી મહિલાને ચક્કર આવ્યા બાદ ત્યાં જ બેભાન થઇ ગઈ હતી કલાકો બાદ જયારે મહિલા ભાનમાં આવી તો તેના હોશ ઉડી જાય તેવી દ્રશ્ય નજર સમક્ષ આવ્યા હતા એક શખ્સ નગ્ન હાલતમાં પડ્યો હતો અને મહિલાના કપડા બેભાન થયા પહેલા પેહર્યા હતા તેના બદલે બીજા કપડા હતા જેથી મહિલાને પોતાની સાથે અજુગતું થયું હોવાની જાણ થતા તેમણે તેમના પતિને ફોન કરી પોતાની દુકાને બોલાવ્યા હતા અને સમગ્ર હકીકત જણાવતા પતિ પણ પડી ભાંગ્યો હતો જોકે બાદમાં મહિલાએ હિમત દેખાડી હતી અને તેમની દુકાનની બાજુમાં દુકાન ધરાવતા શખ્સ તેના મિત્રો સહીત 4 લોકો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોધાવી હતી. જે બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આરોપી ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ,અભી પટેલ યશ દેસાઈ,સહિતના ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મહિલાનો મેડીકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો

ઘટના બાદ મહિલાએ નોધાવેલ ફરિયાદ આધારે એસસી એસટી ડીવાયએસપી ગૌસ્વામી દ્વારા તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ હાથ ધરીહતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW