વાકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક ટેકરી વાળા વિસ્તારમાં ગત બુધવારે કોઈ ભેદીધડાકા જેવો અવાજ સંભડાયો હતો. જોકે આ અંગે સવારે ગામ લોકો દ્વારા ત્યાં તપાસ કરવામાં આવતા ત્યાં લાવા જેવો કાળું પ્નીરવાહી કળતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તો બીજી તરફ બે દિવસથી આવી ભૂસ્તરિય હલચલ થતી હોવાનું લોકોએ સરપંચને જણાવતાં તેમણે સંબંધિત તંત્રને જાણ કરી હતી અને ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ તેમજ મામલતદાર સહિતની ટીમ દોડી ગઇ હતી તેમજ પદાર્થના નમૂના લઇ પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા તેમજ જિઓલોજિકલ સરવેની ટીમ પણ આ અંગે તલસ્પર્શી તપાસ કરશે.
આ બનાવ અંગે ગારીડાના સરપંચ ફાતમાબેનના પતિ યુનુસભાઈએ જણાવ્યું હતું કે ગારીડાથી મહિકા જવાના રસ્તા ઉપર આવેલ ડુંગરની ટેકરીઓના પેટાળમાંથી છેલ્લા બે દિવસથી ધગધગતી વરાળ સાથે પદાર્થ નીકળી રહ્યો છે. સવારે ત્યાંથી પસાર થતાં કાળો પદાર્થ દેખાયો હતો. તલાટી મંત્રીએ મામલતદારને રિપોર્ટ કરતા નાયબ મામલતદાર તપાસ અર્થે દોડી ગયા હતા ત્યારે કાળો કઠણ પદાર્થ નીકળ્યો હોય અને આસપાસના પત્થરો પર કાળા કલરનો પદાર્થ ઉડ્યો હોય તેના નિશાન જોવા મળ્યા હતા.

