ડીવાયએસપી એ સોસાયટી પ્રમુખ સાથે બેઠક યોજી ઘટના અંકુશમાં લાવવા કરી અપીલ
મોરબીના શનાળા બાયપાસ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં તેમજ કાયાજી પ્લોટ વિસ્તારમાં તાજેતરમાં ચોરીની બે ઘટના સામે આવી હતી આં ઘટના ઘર માલિકોની ફરિયાદ મુજબ તેમના ઘર કે ફ્લેટમાં સિક્યુરિટી તરીકે કામગીરી કરતા મૂળ નેપાળના શખ્સો દ્વારા જ ચોરી કરી હોવાનુ સામે આવ્યું હતું.આ ઘટના સામે આવ્યા બાદ મોરબી પોલીસ દ્વારા એ ડિવિઝન પોલીસ મથક ખાતે શહેરના અલગ અલગ સોસાયટી પ્રમુખો અને સ્થાનિક લોકો સાથે બેઠક યોજી હતી અને ચોરીની ઘટના બનવા પાછળ અજાણતા મકાન માલિકો દ્વારા કરાયેલ ભૂલ અંગે જાણ કરી ફરીવાર આવી ભૂલ કેવી રીતે અટકાવી શકાય તે બાબતે હાજર લોકો સાથે વાતચીત કરી હતી

આ તકે ડીવાયએસપી પી. એ ઝાલાએ જણાવ્યુ હતું કે ચોરીના બનાવમાં મકાન માલિકો પાસે તેમના સિક્યુરિટી ગાર્ડ અંગે પૂરતી માહિતી હતો નથી જેથી તેમને પકડવા પોલીસ માટે મોટો પડકાર બની જાય છે .લાંબા સમય બાદ જો આરોપી હાથમાં આવે તો મોટા ભાગની ચોરીનો મુદ્દામાલ સગેવગે કરી દિધો હોય છે પરિણામે ભોગ બનનારની પૂરતી રકમ રીકવર પણ થઈ શકતી નથી. જેથી આગામી દિવસોમાં આવી ઘટના બને તો વહેલી તકે તેનો પતો લાગી શકે તે માટે તેનું સ્થાનિક ઓળખ કાર્ડ તેમજ નેપાળ થી આવતા હોય તો તે દેશની સરકાર દ્વારા તેમને આપવામાં આવેલ ઓળખ કાર્ડની કોપી અને ફોટો ગ્રાફ પોતાની પાસે રાખવા અને સ્થાનિક લાગુ પડતા પોલીસ મથક જમા કરાવા જણાવ્યુ હતું અને તેના માટે પોલીસ દ્વારા એક ફોર્મ પણ અપાયું હતું અને તે આપેલ માહિતી મુજબ જમા કરવા જણાવ્યું હતું

