વાંકાનેરમાં રહેતા મહેન્દ્રભાઈ વાગડિયાના પુત્ર હર્ષે માર્ચ 2023માં ધોરણ12 વિજ્ઞાના પ્રવાહની પરીક્ષા આપી હતી પરીક્ષા પૂર્ણ થયા બાદ ગત 17 માર્ચના રોજ મહેન્દ્રભાઈ અને પુત્ર હર્ષ વાંકાનેર નજીક જડેશ્વર દર્શન માટે ગયા હતા જયાંથી તેઓ બાઈકમાં પરત આવતા હતા ત્યારે વડસર તળાવ પાસે રામાપીરના મંદિર પાસે કાર ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવી ડબલ સવારી બાઈકને અડફેટે લેતાં પિતા પુત્ર ફંગોળાઈ ગયા હતા જેમાં મહેન્દ્રભાઇને ફ્રેકચર સહિતની ઇજા પહોંચી હતી અને હર્ષની ઇજા વધુ ગંભીર હતી. આથી તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ઓપરેશન કરવામાં આવ્યા હતા અકસ્માત થયા ના 2 મહિના સુધી હર્ષે જિંદગી સામે જંગ લડી હતી
દરમિયાન મંગળવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું અને તેમાં હર્ષ સારા ગુણ સાથે ઉતીર્ણ થયા હતા જોકે આ પરિણામ એના સુધી પહોચે તે પહેલા જ તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું હતું અકસ્માત થયા ના દોઢ માસ સુધી હર્ષએ મોતને નજીક આવવા દીધું ન હતું પરંતુ અંતે જીંદગી હારી ગઇ હતી અને મંગળવારે તેના પરીશ્રમનું પરિણામ જાહેર થાય તે પહેલાં હર્ષનું મોત થતાં પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો . બે બહેનના એકનાં એક ભાઈનું અકાળે અવસાન થતાં પરિવાર પર વજ્રાઘાત થયો હતો અને ઘરના મોભી મહેન્દ્રભાઈ પણ ઘાયલ હોય તેઓ પણ નિસહાય સ્થિતિમાં મૂકાઇ ગયા હતા.

