HomeGujaratમોરબીમાં અનુ.જાતિ સાથે આભડછેટ ભેદભાવ રાખી સરકારી કચેરીઓમાં કોઈપણ કામ ન થતાં...

મોરબીમાં અનુ.જાતિ સાથે આભડછેટ ભેદભાવ રાખી સરકારી કચેરીઓમાં કોઈપણ કામ ન થતાં હોવાની રાવ

મોરબી જિલ્લામાં અનુ.જાતિ સાથે આભડછેટ ભેદભાવ રાખવામાં આવતો હોય અને આ બાબતે ફરિયાદ કરવામાં આવે તો સરરકારી કચેરીઓમાં કામગિરિ ન થતાં હોવાનાં આક્ષેપ સાથે અનુસૂચિત જાતિ મોરબી જીલ્લા પ્રતિનિધી મંડળ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે.તેઓએ આ અંગે કરેલી રજુઆતમાં કેટલીક ઘટનામાં કાર્યવાહિ ન થઈ હોવાની ફરિયાદ કરી હતી

જેમાં મોરબીના ધુળકોટ ગામમાં કેટલાક અસામાજિક તત્વોએ 14 એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની તસ્વીરનો નાસ કરી અનુ.જાતિ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી હતી. જેની ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હોય આ ઉપરાતં કાલીકાનગરના અરજદારો દ્વારા પોતાના વડીલો પારજીત મિલકત સંબંધે ફરિયાદ હોય જે બાબતે ન્યાય ન મળતા તેઓ આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે તેઓની સમસ્યાઓનો નિકાલ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી

આશાએજેના કારણે અનુ.જાતિ સમાજના બાળકોને રેલ્વેના પાટા ઓળંગી જાનના જોખમે દુર સુધી અભ્યાસે જવું પડતું હોય જે બાબતે નજીકના વિસ્તારમાં કામ ચલાઉ વ્યવસ્થા કરવા અંગેમોરબી જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓની અંદર અનુ.જાતિ સમાજના અરજદારોની રજૂઆતોને તાત્કાલિક નિવારણ લાવી મોરબીના અનુ.જાતિ સમાજના આગેવાનો વિવિધ પ્રશ્નોને લઈ લાગતી વળગતી કચેરીમાં રજૂઆત અર્થે જતા હોય પરંતુ કચેરીઓમાં આગેવાનો સાથે પણ આભડછેટ અને દુર્વ્યવહાર રાખવા હોવાની રજૂઆત

આ ઊપરાંત મોરબીના ચાચાપર ગામે આવેલ અનુ.જાતિ સમાજના જુના રાજાશાહી વખતના સ્મશાનમાં કરેલ આવારા તત્વો દ્વારા કબ્જા બાબતે તપાસ કરી ન્યાય આપવો.મોરબીના સોખડા ગામના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ લાગતા વળગતા અધિકારીઓને કરેલ રજુઆતો અંગે યોગ્ય નિકાલ લાવવા અંગે બહાદુરગઢ ગામે કલ્પેશ ગોહિલની બેનને ગુમસુદા હોય જે બાબતે પોલીસ સ્ટેશનમાં ગુમસુદા નોંધ થયેલ હોય છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરેલ હોય જે અંગે તપાસ કરવા અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં અનુ.જાતિના વિસ્તારોમાં આવારા તત્વો દ્વારા બેફામ ખુલ્લેઆમ દેશી દારૂના હાટડાઓ ચાલુ હોય જે બંધ કરાવવા અંગે મોરબીના માળીયા વનાળીયા પ્રા.શાળા છેલ્લા બે વર્ષથી પાડી દીધેલ છે. જેના કારણે અનુ.જાતિ સમાજના બાળકોને રેલ્વેના પાટા ઓળંગી જાનના જોખમે દુર સુધી અભ્યાસે જવું પડતું હોય જે બાબતે નજીકના વિસ્તારમાં કામ ચલાઉ વ્યવસ્થા કરવા અંગે મોરબી જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓની અંદર અનુ.જાતિ સમાજના અરજદારોની રજૂઆતોને તાત્કાલિક નિવારણ લાવી મોરબીના અનુ.જાતિ સમાજના આગેવાનો વિવિધ પ્રશ્નોને લઈ લાગતી વળગતી કચેરીમાં રજૂઆત અર્થે જતા હોય પરંતુ કચેરીઓમાં આગેવાનો સાથે પણ આભડછેટ અને દુર્વ્યવહાર રાખવા હોવાની રજૂઆત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW