મોરબીના સરદાર રોડ ઉપર આવેલ ખોડીયાર પાનની સામેની શેરીમાં ગત 25 એપ્રિલના રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં પ્રેમ પ્રકરણમાં હિરેન ભટ્ટ નામના યુવાનની છરી મારીને હત્યા નીપજાવનાર રણજીતસિંહ વાઘેલા, મહિપતસિંહ વાઘેલા અને જીગરસિંહ ઉર્ફે જીગો બનેસિંહ વાઘેલાએ હિરેન ભટ્ટની છરી મારીને હત્યા નીપજાવી હતી સમગ્ર મામલે મૃતકના માતા ચંદ્રિકાબેન ભટ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે આવેલા સરદાર રોડ પર ખોડીયાર પાન પાસે ગત ૨૫ના રોજ મોડી રાત્રિના સમયે છરી મારીને હત્યા નીપજાવી ફરાર ત્રણ આરોપીની મોરબી પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યો હતો જેમાં મોરબી એલસીબી, એસઓજી, એ ડિવિઝન પોલીસ સહિતની કામે લાગી હતી અને હુમન સોર્શીસ તેમજ ટેકનોલોજીના માધ્યમથી ગુના ને અંજામ આપનાર રણજીતસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા (ઉ.વ ૪૦) મહિપતસિંહ બંનેસિંહ વાઘેલા (ઉ.વ.૨૨) અને જીગરશી ઉર્ફે જીગો બંને સિંહ વાઘેલા (ઉ.વ.૨૦) રહે ત્રણેય હાલ યદુનંદન પાર્ક મોરબી મૂળ રહે વસઈ તાલુકો ચાણસ્મા પાટણ જિલ્લા વાળાને ઝડપી લીધા હતા અને એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા