માળિયા મિયાણાના વર્શામેડી ગામમાં આવેલ મીઠાના અગરમાં કામ કરતા મૂળ યુપી જીલ્લાના શ્રમિકને વીજ શોક લાગતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી તપાસ હઠળ ધરી છે
માળિયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામમાં આવેલ મહારાજા સોલ્ટના માલીકીના અગરમાં કામ કરતા મૂળ યુપીના લોહારવલી બગાઉધાર જી. દેવરીયાના વતની આલીમભાઇ રાસીદભાઇ અંસારી નામના શ્રમિકને વીજ શોક લાગતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે આપઘાત મોત અંગેની નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

