મોરબીના લીલાપર રોડ પર આવેલ ગુંજન એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘૂટું બેલા રોડ પર આવલે વુગા સિરામિક નામની સેનેટરી વેર્સની ફેક્ટરીમાં ભાગીદારી ધરાવતા જીગ્નેશભાઈ મહાદેવભાઈ ભટ્ટાસણા ગત તા/23 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે તેમના બાઈકમાં ઘરેથી ફેક્ટરી તરફ જતા હતા તે દરમિયાન તળાવીયા શનાળા અને બેલા તરફ જવાની ચોકડી પાસે મોઢે રૂમાલ બાંધેલ શખ્સે ધક્કો મારી તેમને પાડી દીધા હતા બાદમાં તેમનું મૂઢ દબાવી બીજા એક શખ્સને સાથે રાખી પકડી લઇ MP 09- ZC 2778 નંબર ની ઇકો કારમાં બેસાડી તેનું રોડ પર થી જ અપહરણ કરી લીધું હતું અને તેના ફોન પડાવી લઇ બંધ કરી દીધો હતો કારમાં સવાર 4 શખ્સ પૈકી બે શખ્સે તેને પકડી રાખ્યો હતો જ્યારે એક શખ્સે તેનું મોઢું દબાવી રાખતા કશું બોલી શકતા ન હતા દરમિયાન આ શખ્સો તેને કારમાં બેસાડી હળવદ ધ્રાંગધ્રા માલવણ થઇ અમદાવાદ લઇ ગયા હતા જેથી રસ્તામા આરોપીઓએ રૂમાલ ખોલતા અપહરણ કરનાર ફેકટરીમાં જ કામ કરતો પવન અને મનોજ ઉર્ફે ટાપન બહેરા થાહતા જયારે બીજા બે અજાણ્યા શખ્સ હતા
રસ્તામાં આરોપીએ જીગ્નેશભાઈને જણાવ્યું હતું કે તારા કારખાનામાં કામ કરતા હતા ત્યારે તારી પાસેથી મજુરીના દોઢ લાખ રૂપિયા લેવાના નીકળે છે જે રૂપિયા અમે અવાર નવાર માગતા હોવા છતાં તે આજ દિન સુધી આપેલા નથી હવે તારે દશ લાખ રૂપિયા આપવા પડશે આરોપીઓએ આ પ્રકારે રૂ 10 લાખની ખંડણી માંગતા જીગ્નેશ ભાઈએ આજે રવિવાર હોય એટલાબ્ધા રુપુયા મારી પાસે થાય એમ નથી તેમ જણાવતા મનોજે તેમણે છરી બતાવી રૂપિયા નહી આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જેથી તેને પૈસાની વ્યવસ્થા કરવા કોઈને ફોન કરવો પડશે તેમ કહેતા જીગેંશભાઈના જ ફોનથી તેમના ભાગીદાર વિશાલભાઈને ફોન કરાવી પૈસાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું બાદમાં આરોપીએ આ રૂપિયાની વ્યવસ્થા થઇ જતા ઢુવા પાસે આવેલ રાધે હોટેલના પાછળના ભાગે ઓમ ઇલેક્ટ્રિક દુકાન સામે ર્તેના કોઈ સાગરિતને આપી દેવાનું 5 લાખ આપવાનું નક્કી થયા મુજબ વિશાલભાઈએ રૂ 5 લાખની વ્યવસ્થા કરી વિડીયોકોલ દ્વારા આ રૂપિયા આપી દીધા હોવાનું જણાવ્યું હતું જે બાદ આ આરોપીએ પેલા સાગરિત પાસે રૂપિયા મળી ગયા હોવાનું વેરી ફાઈ કરતા આરોપીઓએ જીગ્નેશભાઈને નારોલ વિસ્તારમાં ભાવડા સર્કલ પાસે ઉતારી રવાના થઇ ગયા હતા.
આરોપીઓને રૂપિયા મળી જતા યુવાનને રસ્તા પર છોડી નીકળી જતા યુવાને અમદાવાદમાં રહેતા ભાઈ જતીનભાઈને જાણ કરતા તેમના ભાઈ ત્યાં આવી પહોચ્યા હતા અને તેમનો ભાઈ વિરમગામ ચોકડી પાસે લઇ ગયા હતા જ્યાંથી તેમના ભાગીદાર વિશાલભાઈ તેમણે મોરબી લાવ્યા હતા જે બાદ તેઓએ મોરબી તાલુકા પોલીસ મથકમાં મૂળ ઓરિસ્સાના રેમુના બાલેશ્વર વિસ્તારના મનોજ ઉર્ફે ટાયન હરીહર બેહરા, મધ્ય પ્રદેશના પવન ખુમ સિંગ મજરા, રાજકુમાર,જયંતા કુમાર હરિહર બહેરા તેમજ ઇકો કારના ચાલક એમ પાચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે તાલુકા પોલીસે 364 ક અને 114 મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

