HomeGujaratમોરબી: મતદાર યાદી સુધારણા કાર્યક્રમની માહિતી માટે રોલ ઓબ્ઝર્વરે અધિકારીઓ સાથે બેઠક યોજી

મોરબી: મતદાર યાદી સુધારણા કાર્યક્રમની માહિતી માટે રોલ ઓબ્ઝર્વરે અધિકારીઓ સાથે બેઠક યોજી

મોરબી જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર થયો છે. અને આ કાર્યક્રમ અંતર્ગત તંદુરસ્ત મતદારયાદીના નિર્માણ માટે મોરબી જિલ્લામાં રોલ ઓબ્ઝર્વર તરીકે કુલદીપ આર્યાની નિમણુંક કરવામાં આવી છે. રોલ ઓબ્ઝર્વર કુલદીપ આર્યા ગત તા.૨૦એપ્રીલના   રોજ મોરબી જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠક દરમ્યાન તા.૧ એપ્રિલ ૨૦૨૩ ની લાયકાતની તારીખ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ થતા તમામ નાગરિકો/વિદ્યાર્થીઓની નોંધણી આ SSR – ૨૦૨૩ દરમ્યાન ૧૦૦% પૂર્ણ કરવામાં આવે તથા તમામ વિધાનસભા મતવિસ્તારમાં જેન્ડર રેશિયો વધારવા માટે બોટમ – ૨૦ મતદાન મથકની રૂબરૂ મુલાકાત તમામ ERO/ AERO દ્વારા લેવામાં આવે તેમ જણાવ્યું હતું.

રોલ ઓબ્ઝર્વર દ્વારા ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં.૧૫૩- ટંકારા-૨  કુમાર પ્રાથમિક શાળા તથા મતદાન મથક નં.૧૬૦-ટંકારા-૯,  એમ.પી.દોશી હાઇસ્કુલની મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી સાથે રૂબરૂ મુલાકાત લઈ બી.એલ.ઓ.ની કામગીરી તથા મતદારયાદીની સમીક્ષા કરી હતી 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW