HomeGujaratમોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં બેજવાબદાર પાલિકાના હોદેદારો વિરુદ્ધ કાયદાકીય એક્શન લેવા કોંગ્રેસની...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં બેજવાબદાર પાલિકાના હોદેદારો વિરુદ્ધ કાયદાકીય એક્શન લેવા કોંગ્રેસની માંગ

આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે ઝૂલતા પૂલ ની ગોઝારી ઘટનામાં આશરે ૧૩૫ નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આ દુર્ઘટનામાં બેજવાબદાર મોરબી શહેરની ભાજપ શાસિત નગરપાલિકાના પદાધિકારીઓ અને અઘિકારી સામે ઝૂલતા પૂલની ગોઝારી ઘટનામાં ક્યારે પગલાં લેવામાં આવશે હમણાં જ ગુજરાત સરકારે નગરપાલિકાના સદસ્યોને બિનજવાબદાર ઠેરવી નગરપાલિકા સુપરસીડ કરેલ છે, તો હવે આવા બિન જવાબદાર નગરપાલિકાના પદાધિકારી અઘિકારી ઓ સામે જવાબદારી ફિક્સ કરી તેમની સામે કડકમાં કડક ફોજદારી પગલાં ક્યારે ભરવામાં આવશે અને તે જાણવા મોરબીની પ્રજા આપની પાસે આશા રાખી રહી છે તો આ બાબતે મોરબી નગરપાલિકાના જવાબદાર પદાધિકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરની પ્રજાને લાગણી અને માગણી છે ત્યારે આવતીકાલે મોરબી આવી રહેલા સીએમ આ જવાબદાર પદાધિકારી વિરુદ્ધ કાયદાકીય એક્શનલેવા આદેશ કરે તેવી માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજગુરુએ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW