ભારતના પ્રથમ કાયદામંત્રી અને ભારતના બંધારણ ઘડવૈયા ડો ભીમરાવ આંબેડકરજીની 132મી જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમાનતા સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે બીજી તરફ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રેલી અને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી શહેરમાં પણ ડો આંબેડકર જયંતિ નિમિતે શહેરના સ્ટેશન રોડ પર આવેલ વણકર સમાજવાડીથી રેલી નીકળી હતી આ રેલી શહેરના સુપર સિનેમા થઇ મુખ્ય પોસ્ટ ઓફીસ પર પહોચી હતી જ્યાં એકતા એજ લક્ષ્ય સંગઠનના હોદેદારોએ રેલીનું સ્વાગત કર્યું હતું રેલી નહેરુગેટ ચોક પર પહોચી હતી જ્યાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિ જે પટેલ, મહામંત્રી મહેશ રાજ્યગુરુ તેમજ કોંગી આગેવાનોએ સ્વાગત કર્યું હતું આ ઉપરાંત અહી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પણ જોડાયા હતા અને તેમણે રેલીનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું

નેહરૂગેટથી રેલી નગર પાલિકા કચેરી ખાતે આવેલ ડો આંબેડકરજી પ્રતિમા પાસે પહોચી હતી અહી રેલીનું વિસરજન થયું હતું અને ભાજપ કોંગ્રેસ તેમજ તમામ સંગઠનો દ્વારા આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરી હતી

