રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારના બાળકો, સગર્ભા માતા,કિશોરીઓ આરોગ્ય માટે વર્ષોથી અલગ અલગ યોજના ચલાવી રહી છે અને આ યોજના નો સુચારુ રુપે અમલવારી કરવા સમયાન્તરે આયોજન કરવામાં આવે છે અને તેનું છેક ઉચ્ચ કક્ષા એ સીધું મોનીટરીંગ કરવામાં આવે છે અને તેના અંતે ડીઝીટલ માધ્યમનો પણ ઉપયોગમાં લેઅમાં આવે છે. બાળકોની તંદુરસ્તી, પોષણ, રસીકરણ, સારવાર વગેરેનું ધ્યાન રાખવામાં આવે છે.
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ બાળકોના સ્વાસ્થ્યની કાળજી રાખી તેમની સતત ચિંતા કરવામાં આવે છે, જે થકી જિલ્લાના બાળ મૃત્યુ દરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. માતા અને બાળકને ઘર આંગણે વિના મુલ્યે જરૂરી સેવાઓ મળી રહે તે માટે જિલ્લાના તમામ ગામોમાં નકકી કરેલા ચોકકસ બુધવારે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે દર સોમવારે મમતા દિવસ ઉજવવામાં આવે છે. જેમાં સગર્ભા માતાની આરોગ્ય તપાસ, ધનુરની રસી, શકિતની ગોળીઓ મફત આપવામાં આવે છે. તેમજ બાળકોને તમામ રસીઓ મફત આપવામાં આવે છે. ઉપરાંત તમામ લાભાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે.

ગત વર્ષ દરમિયાન મમતા દિવસ અંતર્ગત ૧૭૭૦૦ સગર્ભાઓ તેમજ ૧૬૫૭૪ બાળકોને વિવિધ સેવાઓ આપવામાં આવી છે. બાળકમાં રહેલ સામાન્ય બિમારીની શોધ માટે બિમાર બાળકોને નિષ્ણાંત ડોકટરો પાસે સંદર્ભ સેવાઓ આપવા માટે અને ગંભીર બિમારીવાળા બાળકોને સુપર સ્પેશિયાલીસ્ટ સેવાઓ મફત મળી રહે તે માટે શાળા આરોગ્ય કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે.
મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષ દરમિયાન ૧૭૨૬૫૪ બાળકોની તબીબી તપાસણી કરવામાં આવી છે. જે થકી હદયની બિમારીવાળા ૬૭ બાળકો, કીડનીની બિમારીવાળા ૧૬ બાળકો તેમજ કેન્સરની બિમારીવાળા ૧૪ બાળકોને સુપર સ્પેશિયાલીસ્ટ સારવાર અમદાવાદ ખાતે મફત આપીને આવા બાળકોની જીંદગી બચાવી લેવામાં આવી છે. ઉપરાંત ક્લેપ લીપ/પેલેટ બિમારી વાળા ૩૧ બાળકો અને કલ્બ ફુટ વાળા ૪૨ બાળકોને વિનામુલ્યે ઓપરેશન સારવાર આપવામાં આવી છે”. બાળકમાં રહેલ સામાન્ય બિમારીની શોધ માટે બિમાર બાળકોને નિષ્ણાંત ડોકટરો પાસે સંદર્ભ સેવાઓ આપવા માટે અને ગંભીર બિમારીવાળા બાળકોને સુપર સ્પેશિયાલીસ્ટ સેવાઓ મફત મળી રહે તે માટે શાળા આરોગ્ય કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે.તેમ જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો.વિપુલ કારોલીયાએ જણાવ્યું હતું

