મોરબી શહેરના સામાકાઠા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીનું ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા દિનેશ ગણેશ વાઘેલા નામના શખ્સે સગીરાને લગ્નની લાલચ આપી રીક્ષામાં બેસાડી અપહરણ કર્યું હતું.બાદમાં નજીકના એક ગામમાં લઇ જઈ તેની સાથે મરજી વિરુદ્દુધ ત્રણ વખતે દુષ્કર્મ આચર્યું હતું.સગીરાએ વિરોધ કરતા ધાક ધમકી આપતા ઘટના અંગે સમગ્ર ઘટનાની જાણ તેની માતાએ આરોપી દિનેશ વાઘેલા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(જે)(એન) ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી. અને સગીરાના મેડીકલ ચેક અપ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવ અંગે પોલીસ ઇન્સ્પેકટર પી એ દેકાવડીયાએ આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.

