HomeGujaratમોરબીની જવાહર સોસાયટી પ્રાથમિક શાળાના 10 વિદ્યાર્થીઓ શિષ્યવૃતિ પરીક્ષામાં ઉતિર્ણ

મોરબીની જવાહર સોસાયટી પ્રાથમિક શાળાના 10 વિદ્યાર્થીઓ શિષ્યવૃતિ પરીક્ષામાં ઉતિર્ણ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 8ની NMMSની શિષ્યવૃતિ પરીક્ષામાં જવાહર સોસાયટી પ્રાથમિક શાળા મોરબીનાં 12 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 10 વિધાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી હતી.પાસ થયેલા વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓ મકવાણા દર્શન અને જાદવ રીનાએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે.. જે બદલ સમગ્ર શાળા સ્ટાફ અને જવાહર સોસાયટી યુવા સંગઠને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

માળીયા મિયાણા તાલુકાના જસાપર ગામની શુક્રમણિ પ્રાથમિક શાળામાં ધોરણ 8ની વિદ્યાર્થિનીઓનો વિદાય સમારંભ કાર્યક્રમની સાથે લાઈફ સંસ્થા દ્વારા ટેલેન્ટ હન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શુક્રમણિ પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે, કે ગાયન, ડાન્સ, વકતૃત્વ, ક્રિકેટ અને ખોખોની સ્પર્ધા રાખવામાં આવી હતી.


જેમાં વિજેતા વિદ્યાર્થિનીઓને ટ્રોફી અને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે વિદાયમાન લેતી વિદ્યાર્થિનીઓના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લાઇફ સંસ્થામાંથી ગઢવીભાઈ તેમજ સરપંચ રમેશભાઈ ચાવડા તેમજ વાલીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમાં લાઇફ સંસ્થામાંથી ગઢવીભાઈ તેમજ સરપંચ રમેશભાઈ ચાવડા તેમજ વાલીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી જે બદલ આચાર્ય અશ્વિનભાઈ આહિરે સર્વેનો આભાર વ્યક્ત કરી વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW