હરિયાણા નાં કરનાલ જિલ્લાના વતની સુભાષચંદ્ર બલરામ શર્મા નામના આધેડ હળવદમાં ઘઉં કટિંગ નું કામ કરતા હોય તાજેતરમાં તેઓ ગુજરાતના ઘઉં નુ કાપવાના ૫ હાર્વેસ્ટર મશીન લઈને આવ્યા હોય જેમાંથી ૨ મશીન હળવદ તાલુકાના માનસર અને મેરૂપર ગામમાં લઈને આવ્યા હતા.અને રાત્રિના માનસર ગામમાં ઘનશ્યામભાઈ ગોહિલના બંધ પડેલા પેટ્રોલ પંપ માં રોકાયા હતા દરમીયાન ગત ૨૯ ની રાત્રે તેઓ અને અન્ય સાત મજૂરો સાથે ખુલ્લામાં બહાર સૂતા હતા અને ઘઉં કતિંગના આવેલા રૂ.૧૫ લાખ જેટલા રોકડા ભરેલ થેલા અને સમાન પડ્યો હતો.વહેલી સવારે ઉઠી ને કાર પાસે ગયા ત્યારે કાર નો દરવાજો ખોલીને જોતાં સમાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો જ્યારે રૂ.૧૫ લાખ ભરેલો થેલો ગાયબ હતો જેથી તેઓએ બહાર સૂતેલા મજૂરને જગાડી સમગ્ર ઘટનાની વાત કરી હતી જે બાદ તેઓએ તપાસ કરી હતી પણ કોઈ પત્તો ન લાવતા અંતે હળવદ પોલીસ મથકમાં અજાણ્યા શખસો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

