HomeGujaratમોરબીમાંથી SMC ત્રાટકી 3000 બોટલ વિદેશી દારૂ સાથે ટ્રક ડ્રાઈવર ઝડપાયો,જુનાગઢના બુટલેગર...

મોરબીમાંથી SMC ત્રાટકી 3000 બોટલ વિદેશી દારૂ સાથે ટ્રક ડ્રાઈવર ઝડપાયો,જુનાગઢના બુટલેગર ધીરન કારિયાનું ખુલ્યું નામ

મોરબી શહેરમાં મોટા પાયે વિદેશી દારૂનું વેચાણ થતા હોવાની અને સ્થાનિક પોલીસ બુટલેગરોને છાવરતી હોવાના દાવા વચ્ચે ફરીયાદ વચ્ચે બુધવારે મોડી રાત્રે મોરબીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી અને રાજકોટ મોરબી હાઇવે પર શનાળા ગામ પાસે શક્તિ મંદિર પાસે દરોડો પાડ્યો હતો અને જીજે 1 ડીવાય 7632 નંબરનું આઈસર પકડી પાડ્યું હતું.


જેની તલાસી લેતા તેમાંથી રૂ 12,18,380ની કિમતનો 3000 બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. દારૂનો આટલો જથ્થો મળી આવતા પોલીસે ટ્રક ચાલક કલ્પેશ ઉર્ફે લાલો હરદાસભાઈ લગારીયા રહે જુનાગઢ ઉપરકોટ વિસ્તાર વાળાને ઝડપી લીધો હતો ટ્રક ચાલકની પૂછપરછ કરતા દારૂ જુનાગઢના લીસ્ટેડ બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાનો હોવાનું ખુલ્યું હતું

બનાવ બાદ એસ એમ સીની ટીમે રૂ 12.18 લાખનો દારૂ, રૂ 7 લાખનો આઈસર ટ્રક, મોબાઈલ, તાડપત્રી સહીત રૂ 19.31 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં કલ્પેશ ઉર્ફે લાલો હર્ષદભાઈ લાગરીયા ધીરને અમૃતલાલ કારિયા, ઉદય દવે, ડ્રાઈવર રાહુલ તેમજ આઈસર ટ્રકના માલિક વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW