મોરબી શહેરના નહેરુ ગેટ ચોકથી શાક માર્કેટ વિસ્તારમાં આવેલ ડી પી કિરાણા સ્ટોર નામની દુકાનમાં રવિવારે મોડી રાત્રે અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. રાત્રીના સમય હોવાથી આગની જાણ મોડેથી થઇ હતી ત્યાં સુધીમાં આખી દુકાન આગની લપેટમાં આવી ગઈ હતી ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો ફાયર વિભાગની ટીમે રાત્રે 12 આખી રાત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો જોકે સમ્પૂર્ણ પણે આગ વહેલી સવારે આવી શક્યો હતો બનાવમાં દુકાનમાં રહેલા માલ સમાન બળીને ખાખ થઇ જતા વેપારીને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.

