મોરબી જિલ્લામાં ખનીજ ચોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ખાસ કરીને મચ્છુ નદી અને બ્રાહ્મણી નદી પર રેતી અને પથ્થર ચોરીનુ દુષણ વધ્યું છે.તો અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી માટીની ચોરીનું પ્રમાણ પણ વધ્યું છે અને મોટા ભાગના ગામડામાં ચોરીની ફરિયાદ ઉઠી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગે આળસ ખંખેરી ખનીજ ચોરી કરતા તત્વો પર તવાઈ બોલાવવાનું શરુ કર્યું હોય

તેમ મોરબી ખાણ ખનીજ અધિકારી જે એસ વાઢેરની સુચનાથી માઈન્સ સુપરવાઈઝર ગોપાલ ચંદારાણા મિતેશ ગોજીયા તેમજ સર્વેયર ગોપાલભાઈ સુવા દ્વારા છેલ્લે 2 દિવસમાં અલગ અલગ સ્થળો ખનીજ ચોરી કરતા તત્વો પર તવાઈ બોલાવી હતી જેમાં ગત શનિવારે મોરબી શહેર માંથી જીજે 13 એ ડબ્લ્યુ ૪૭૮૪ નંબરની ટ્રકમાંથી ફાયર કલે પકડી પાડી હતી તો ચરાડવા ખાતેથી જીજે 1 ડી ઝેડ 8631 અને જીજે 09 એ યુ ૯૯૭૬ નંબરના રાજસ્થાની માટી ભરેલ ટ્રક ઝડપી પાડ્યા હતા આ ઉપરાંત ગત શનિવારે મોરબી તાલુકાના જેતપર ગામમાં ઘોડાધ્રોય નદીમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું.અને એક હીટાચી મશીનથી રેતી ચોરી કરતા પકડી પાડ્યું હતું
આ ઉપરાંત અગત રવિવારે પણ મોરબી તાલુકાના આમરણ નજીક કાંતિપુર ગામની હદમાંથી માટી ચોરી કરતા 10 ડમ્પર ઝડપી લીધા હતા અને તમમાં ટ્રક જપ્ત કરી ખનીજ ચોરી કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હતી.મોરબી જીલ્લાની ખાણ ખનિજની ટીમ દ્વારા છેલ્લા ૦૨(બે) દિવસમાં કુલ: ૧૩(તેર) ડમ્પર અને ૨ હિટાચી મશીન ગેરકાદેસર ખનિજ ખોદકામ અને વહન સબબ પકડવામાં આવેલ અને અંદાજે ૩(ત્રણ ) કરોડનો મુદામાલ સીઝ કરવામાં આવેલ છે.

