મોરબીના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડ માં રહેતા કયવન્નાભાઈ શાંતિલાલ શાહે નરેશ ગોહિલ નામના શખ્સ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓને રૂપીયાની જરૂર હોવાથી આરોપી નરેશ ગોહિલ પાસેથી ૩૦ ટકા જેટલા ઉચા વ્યાજે રૂપીયા ૫૦,૦૦ ૦ લીધા હતા બદલામાં આરોપીએ તેની.પાસેથી ૦૪ કોરા ચેક મેળવી લીધા હતા અને વ્યાજની ઉઘરાણી શરૂ કરી હતી.આરોપીએ ધમકી આપી રૂ.૭.૫૦ લાખ હાથ ઉછીના પૈસા લીધેલાનુ લખાણ કરાવીલીધું હતું અને સમયાંતરે વ્યાજ રૂપે રૂ-૨,૦૦,૦૦૦ વસુલી લીધા હતા તેમજ ઉઘરાણી ચાલુ રાખી હતી.અને વધુ પૈસા પડાવવા ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આઇ.પી.સી.કલમ ૩૮૪, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨), તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ ૨૦૧૧ની કલમ-૪૦, ૪૨, ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

