HomeGujaratમોરબીમાં લગ્ન પ્રસંગે આવેલ મહિલાનું સોના દાગીના ભરેલી બેગની ચોરી

મોરબીમાં લગ્ન પ્રસંગે આવેલ મહિલાનું સોના દાગીના ભરેલી બેગની ચોરી

ગીરસોમનાથ જિલ્લાના વેરાવળના વતની તેજલબેન અમિતભાઈ વેલાણી તેમના બહેન અને દીકરી સહિતના મોરબી લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. માટે તેઓ ગીર સોમનાથથી રાજકોટ ટ્રેનમાં આવ્યા હતા જયારે રાજકોટથી ઇકો કારમાં મોરબી આવ્યા હતા અને ગઈ કાલે તેઓ મોરબી તાલુકાના જેપુર ગામમાં આવેલ દાદા ભગવાન ત્રી મંદિર ખાતે રાત્રીના રોકાણ કર્યું હતું તેઓએ પોતાના કપડા દાગીના સાહિતના સામાન પણ ત્રી મંદિર ખાતે આવેલ ઉતારામાં હતા રાત્રે તેઓ નવરાશમાં બેઠા હતા અને સામાન ચેક કરતા એક બેગ મળી આવી ન હતી જેમાં બેગમાં સોનાની બુટી ,સોનાના પાટલા સહીત રૂ 2.55 લાખના દાગીના અને 3000 રોકડા સહીત 2.58 લાખનો મુદામાલ ભરેલી હતી તપાસ દરમિયાન આ બેગની ચોરી થઇ હોવાની જાણ થઈ હતી જે બાદ તેઓએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેમાં તેઓએ રાજકોટથી મોરબી આવવાં જે ઇકો કારમાં આવતા હતા તે કારના ચાલક અને તેની સાથે ના માણસો વિરુદ્ધ ચોરી કરી હોય તેવી આશંકા વ્યક્ત કરી છે.

બનાવ અંગે એ ડીવીઝન પોલીસે અજાણ્યા શખ્સો વિરુધ્દ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW