HomeGujaratમોરબીથી સગીરાનું અપહરણ કરનાર આરોપી યુપીથી ઝડપાયો

મોરબીથી સગીરાનું અપહરણ કરનાર આરોપી યુપીથી ઝડપાયો

મોરબીમાં રહેતી એક સગીરાને યુપીના ફિરોદા બાદ જિલ્લાના બડગાવનો વતની સંજય ચંદનસિંહ ચાદર નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ને લઇ ગયો હતો જે અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે અપહરણનો ગુન્હો નોંધી સગીરા અને આરોપી યુવકની શોધખોળ હાથ ધરી હતી આરોપીની તપાસ કરતા બાતમી મળી હતી કે આરોપી યુવક અને સગીરા ઉતર પ્રદેશનાં નોઇડા વિસ્તારમાં હોય પોલીસને મળેલી બાતમી આધારે મોરબી સીટી એ ડીવી પો.સ્ટે ની એક ટીમ બનાવી દિલ્હી તેમજ નોઇડા (યુ.પી) ખાતે મોકલતા નોઇડાથી ભોગબનનાર સગીરવયની છોકરી તથા આરોપી મળી આવતા તેઓને મોરબી સીટી એ ડીવીઝન પોલિસ મથક લાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW