HomeGujaratમોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં એક મહિનાથી જેલ માં બંધ ઓરેવાના એમડીની જામીન...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં એક મહિનાથી જેલ માં બંધ ઓરેવાના એમડીની જામીન અરજી નામંજૂર કરતી કોર્ટ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં એક મહિનાથી જેલમાં બંધ ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલે મોરબી સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ અરજીમાં તેમના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં ચુકાદો આવે તે પૂર્વે ઓરેવા ગ્રુપ દ્વારા વળતર પેટે રૂ 10 લાખ ચુકવે અને તેમાંથી રૂ 5 લાખ જેટલી તાત્કાલિક ચુકવવા આદેશ કર્યો હોય આ આદેશ નું પાલન કરવા બેન્કમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તે માં જામીન આપવામાં આવે ગત .૦૪ માર્ચના રોજ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી જેમાં બચાવ પક્ષ અને સરકારી વકીલે સામસામી ધારદાર દલીલો રજુ કરી હતી બચાવ પક્ષે બેન્કના કામ અને પીડિતોને સહાય ચૂકવવાના હાઈકોર્ટના આદેશનો હવાલો, આપી વચગાળાના જામીન આપવા દલીલો રજુ કરી હતી જયારે સરકારી વકીલે સામે દલીલો રજુ કરી હતી કે જયસુખ પટેલ ત્રણ માસથી ભાગતા ફરતા હતા એમજ એક માસથી જેલમાં બંધ છે છતાં કંપનીનો વહીવટ ચાલે છે એટલે જયસુખ પટેલનું બહાર આવવું જરૂરી નથી આમ બંને પક્ષે પોતપોતાની દલીલો રજુ કરી હતી જે બંને પક્ષની દલીલો કોર્ટે સાંભળી હતી અને હુકમ 7 માર્ચ સુધી સુરક્ષિત રાખ્યો હતો આજે કોર્ટ દ્વારા આ કેસ પર આદેશ આપ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ આજે મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે જયસુખભાઈની જામીન અરજી ના મંજુર કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW