મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં ૩ મહિના સુધી ફરાર રહ્યા બાદ ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ ગયા મહીને કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ પોલીસે 7 દિવસના રિમાન્ડ મેળવી તેમની પૂછપરછ કરી હતીએ ને તપાસ પૂર્ણ થયા બાદ કોર્ટે તેમણે મોરબી જિલ્લા જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો જયસુખભાઈ છેલ્લા એક મહિનાથી મોરબી જિલ્લા જેલમાં બંધ છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ઘટનામાં ઓરેવા ગૃપને આદેશ કર્યો હતો. જેમાં મૃતકના પરિવારને રૂ 5 લાખ વળતર તત્કાલીક ચુકવવા જણાવ્યું હતું
જે બાદ જયસુખ ભાઈએ મોરબી સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી જેમાં તેમણે મૃતક પરિવારને વળતર ચુકવવા બેંકીગ પ્રકિયા પૂર્ણ કરવાની હોય જેથી વચગાળાના જામીન આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી આજે આ અરજી પર સેસન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારી વકીલ દ્વારા આ અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે જયસુખભાઈ અગાઉં ૩ મહીના ફરાર હતા ત્યારે તેમજ છેલ્લા એક મહિનાથી જેલમાં હોવા છતાં તેમની કંપનીના તમામ આર્થિક વ્યવહાર ચાલી રહ્યા છે જેથી હાલ તેમને જામીન આપવા ન જોઈએ બીજી તરફ જયસુખભાઈના વકીલે બચાવ કરતા જણાવ્યું હતું કે જયસુખભાઈને હાલ મોટી રકમનું પેમેન્ટ કરવાનું હોય છે.જેથી તેમણે જામીન આપવા જોઈએ તેમના અસીલ કોર્ટ જે પણ શરત મુકશે તેનું પાલન કરશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે
બન્ને પક્ષની દલીલ આધારે કોર્ટે જયસુખ પટેલની જામીન અરજી પર સુનવણી આગામી 7 માર્ચ સુધી મુલતવી રાખી છે આગામી 7 મી એ કોર્ટ જામીન આપવા કે નહી તેની પર સુનવણી હાથ ધરવમાં આવશે.

