મોરબી જિલ્લામાં વ્યાજખોરો પર કડક કાર્યવાહી કરવામાં આવે છે અને આ કાર્યવાહી અંતર્ગત અલગ અલગ પોલીસ મથકમાં વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોધી તેમની ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર સીટી પોલીસ મથકમાં પણ એક વ્યાજ ખોરો વિરુદ્ધ ફરિયાદ નોધાઇ હતી જે અંતર્ગત પોલીસ આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન વાંકાનેર પોલીસને બાતમી મળી હતી કે આ વ્યાજ વટાવ કેસમાં ફરાર આરોપીઓ ક્રેટા કારમાં ધરપકડ થી બચવા ફરાર થઇ રહ્યા હોય બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી વાડી જીજે 01 કે વાય 0302 નંબરની કારને રોકાવી તેને આરોપી એઝાઝ હુસેન મહમદ ઇકબાલભાઈ કાદરી અને પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમાને ઝડપી લીધા હતા. અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

