HomeGujaratઅમદાવાદ સિવિલના દર્દીઓના ટીફીન સેવાના લાભાર્થે બંગાવડીમાં રામા મંડળનું આયોજન

અમદાવાદ સિવિલના દર્દીઓના ટીફીન સેવાના લાભાર્થે બંગાવડીમાં રામા મંડળનું આયોજન

ટંકારા તાલુકાના બંગાવડી ગામે આગામી ચાર માર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીના હમદર્દ બની ટિફિન સેવા આપતા સદભાવના સંકુલ માટે રામામંડળ યોજાશે. એકત્રિત રકમ ટિફિન સેવામાટે વાપરવાનો મંડળનો નિર્ણય

છેલ્લા 14 વર્ષથી નિરંતર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવાના ભેખધારી કાંતિભાઈ કાસુન્દ્રા અને તેમના પત્ની ભાવનાબેન મોરબી જીલ્લા સહિતના કોઈપણ દાખલ દર્દીના હમદર્દ બની રીપોર્ટ, દાખલ થવુ, આર્થિક મદદ અને ખાસ કરીને ભાવતા ભોજનિયા ભરપેટ ધરે બનાવી દૈનિક ટિફિન સેવા વિના મૂલ્યે આપે છે.

ત્યારે મોરબી જિલ્લાના તમામ વર્ગના દર્દી આ સેવાનો લાભ મેળવતા હોય એના ઋણ ચુકવવાના ઉમદા આશયથી ટંકારા તાલુકાના બંગાવડી ગામે વિખ્યાત રામા મંડળ યોજવાનુ આગામી 4 માર્ચ ને શનિવારે સાંજે બંગાવડી ગામે આયોજન કર્યું છે. આ પ્રસંગે એકત્રિત થયેલ રકમ સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદ ખાતે એનાયત કરવામાં આવશે. જે ટિફિન સેવા માટે વાપરવામાં આવશે.

આવા ઉમદા દાતાઓનો આભાર વ્યક્ત કરતા સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ કાંતિભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે મુકસેવાની સમાજ નોધ લઈ હવે પોતિકાના સુખદુઃખના દરેક પ્રસંગે આર્થીક મદદ કરી અમારા કામને બિરદાવે છે. અમો દ્વારા દર્દીના સગાને રહેવા માટે 90 રૂમનુ નવુ બિલ્ડીંગ બનાવવા માટે જમીન ખરીદી છે અને હવે દાતાઓના સહયોગથી ભવન પણ તૈયાર થશે જે આગામી વર્ષોમાં મોરબી જીલ્લાના તમામ દાખલ દર્દીના સગા સંબંધી માટે ફાયદો થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW