ઝૂલતાં પુલ દુર્ધટના સર્જાઈ તેને ચાર મહિના જેટલો સમય થવા આવ્યો હતો.ઘટના બાદ શહેરી વિકાસ વિભાગે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દીધા હતા અને ચાર્જ અધિક કલેક્ટર એન કે મૂછારને સોપ્યો હતો.હાલ ચાર મહિના જેટલા સમય બાદ રેગ્યુલર ચીફ ઓફિસરની નિમણુક થયેલ ન હોવાથી, નગરપાલિકાના વિસ્તારના રહીશોને રોજ-બરોજના કામમાં ઘણી તકલીફ થઈ રહેલ છે. તેમજ – શહેરના વિકાસના કાર્યોને એકદમ બ્રેક લાગેલ છે.જેથી મોરબી શહેરના વિકાસને ધ્યાનમાં લઇ તેમજ જાહેર જનતાના કામોને ધ્યાનમાં લઇ મોરબી નગર પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુક તાત્કાલિક કરવા માગણી ઉઠી છે. પાલિકામાં રેગ્યુલર કામગીરી ચાલે તે પ્રકારના વહીવટ કરવામાં આવે છે જેના કારણે અનેક વિસ્તારમાં રોડ રસ્તા કે અન્ય નવા વિકાસ કામ ચાલુ થઈ રહ્યા નથી ત્યારે આ બાબતે
મોરબી શહેરના આલાપ પાર્કમાં રહેતા સામાજિક કાર્યકર બાબુલાલ સરડવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત પત્ર લખી લોકોને પડતી હાલાકી દૂર કરવા કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરવા રજૂઆત કરી છે

