HomeGujaratહરિયાણા ખાતે નેશનલ માસ્ટર એથલેટીક્સ સ્પર્ધા માં પોરબંદર ના ખેલાડીઓ એ બ્રોન્ઝ...

હરિયાણા ખાતે નેશનલ માસ્ટર એથલેટીક્સ સ્પર્ધા માં પોરબંદર ના ખેલાડીઓ એ બ્રોન્ઝ મેડલ મેળવ્યા..

હરિયાણા ખાતે આયોજિત માસ્ટર એથલેટીક્સ સ્પર્ધા માં પોરબંદર ના બે ખેલાડીઓ એ મેડલ મેળવ્યા છે.

હરિયાણા ના કુરુક્ષેત્ર ખાતે ચોથી રાષ્ટ્ર કક્ષા ની માસ્ટર એથ્લેટિક્સ હરીફાઈ તા 16/2થી 19/2 સુધી યોજાઈ હતી. જેમાં પોરબંદરના અડવાણા ગામની હાઇસ્કુલ ના નિવૃત્ત વ્યાયામ શિક્ષક તથા હાલ જુબેલી રહેતા જેઠાભાઇ મોઢવાડિયા એ 70 વર્ષની ઉંમરે વાસકુદ ની હરીફાઈ મા ત્રીજા નંબરે આવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તથા મૂળ સોઢાણા ગામના અને હાલ રેલવે પોલીસ આર પી એફ માં ભાવનગર ડિવિઝન ના આઉટ પોસ્ટ મહુવા માં ફરજ બજાવતા ભુરાભાઈ કારાવદરા એ 35 વર્ષની વય મર્યાદા મા વાસકુદ સ્પર્ધા મા ત્રીજા નંબરે આવી બ્રોન્ઝ મેડલ મેળવી પોરબંદર જિલ્લા અને મહેર સમાજનું નામ રોશન કર્યું છે. ઉપરાંત મૂળ ફટાણા તથા હાલ પોરબંદર રહેતા કેશુભાઈ વાઘ એ પણ લંગડી કૂદની હરીફાઈ માં ટોપ ટેન માં સ્થાન મેળવી રાષ્ટ્ર કક્ષાએ ખૂબ જ સારો દેખાવ કર્યો છે. જે સફળતા પ્રાપ્ત કરવા બદલ ત્રણેય ખેલાડીઓને મહેર સમાજના આગેવાનો તથા રમતગમત પ્રેમીઓ એ શુભેચ્છા પાઠવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW