સીરામીક ઉઘોઁગમા પીજીવીસીએલનો પાવર વપરાશ મોટા પ્રમાણમા વપરાતો હોય છે. પરંતુ પીજીવીસીએલ દ્વારા પૂરી પાડવામાં આવતી વીજળી ખુબ મોંઘી હોવાથી ઉત્પાદન ખર્ચ ઉચો આવે છે. જેની સામે ફો ચાઈનાની ઉન્ડસ્ટ્રીઝને તેમની સરકાર દૃારા સપ્લાય થતો પાવરનો દર આપણા કરતા નીચો હોવાથી ચાઈના સસ્તા દરે ટાઈલ્સ વેચી મોટી ટક્કર આપે છે. આ હરિફાઈની દુનીયામા ટકી રહેવા માટે સીરામીક ઉઘોઁગકારો તેમની પ્રોડક્શન કોસ્ટને નીચી લાવીને ચાઈના સામે વિશ્ર્વના માકેઁટમા ટકી રહેવા અલગ અલગ પ્રયાસ કરે છે તેમ છતાં ચાઈના તેનાથી ઓછા ભાવે ટાઈલ્સ વેચી મોટો પડકાર બને છે મોરબીના સિરામિક ઉધોગ માટે વીજળી પણ ખર્ચનું સૌથી મોટું હિસ્સો ધરાવે છે. તમામ પ્રયત્નો કરતી હોય છે જેમા પાવર કોસ્ટ નીચી લાવવા માટે વિંગમીલ અને સોલાર પ્રોજેક્ટ પણ સીરામીક ઉઘોઁગકારો દૃારા સ્થાપવામા આવતા હોય છે જે પૈકી મોરબી સીરામીકની તેમજ અન્ય કંપનીઓએ અમરેલી જીલ્લામા વિંગમીલ સ્થાપવા માટે તેમજ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે તૈયારીઓ કરીને તેમના પ્રોજેક્ટમા આગળ વધી હતી પરંતુ આ પ્રોજેક્ટ માટે વન વિભાગનું નોન ઓબ્જેશન સર્ટીફીકેટ લેવાનુ રહેતુ હોય છે. જેના માટે સિરામિક દ્વારા જરૂરી પ્રકિયા પણ પૂર્ણ કરી દીધી હતી અને તેનો બે ત્રણ મહિનાથી વધુ સમય થઇ ગયો હોવા છતાં વન વિભાગ NOC આપતું ન હોવાથી મોરબી સીરામીક એસોસીએસન દૃારા સાસંદ મોહનભાઈ કુંડારીયાને રજુઆત કરી હતી જે બાદ આ અંગે સાંસદે ઝડપી એક્શન લીધા હતા અને વન વિભાગ અને અન્ય લગતી કચેરી સાથે સંકલન કરી ફોરેસ્ટ ડીપાટઁમેન્ટમા NOC બાબતે સ્પષ્ટ સુચના આપી હતી જે બાદ વન વિભાગ દૃારા NOC ઈશ્યુ કરી આપેલ આ તકે મોરબી સીરામીક એસોસીએસન સાંસદ મોહનભાઈ કુંડારીયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો

