HomeGujaratમોરબીમાં ફ્લેટમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ચોર સગીર વયનો નીકળ્યો

મોરબીમાં ફ્લેટમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ચોર સગીર વયનો નીકળ્યો

મોરબીના રવાપર ગામમાં આવેલ ભૂમિ પેલેસમાં રહેતા કૈલાશભાઈ પ્રાગજીભાઈ જીવાણી તેના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા બંધ ફ્લેટમાં તસ્કરો આવી પહોંચ્યા હતા અને ફ્લેટનો પાછડ નાં દરવાજેથી અંદર ઘૂસી અને બાથરૂમ બારી તોડી અંદરના રૂમ સુધી ઘુસી ગયો હતો અને તિજોરીમાં રાખેલ રોકડ 10 હજાર તેમજ 1.60 લાખના સોનાના દાગીના સહિત 1.70લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે કૈલાશભાઈએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા હતા પોલીસને બાતમી મળી હતી કે ફ્લેટમાં ચોરી કરનાર શખ્સ નહી પણ સગીર વયનો હોય અને હાલ રવાપર ગામ આસપાસ હોય જેથી પોલીસે તેની શોધખોળ કરતા સગીર ચોરાયેલ દાગીના અને રોકડ રકમ સાથે મળી આવ્યો હતો જે બાદ પોલીસે ચોરી થયેલ મૂદામાલ કબજે કર્યો હતો ચોરી કરનાર બાળક સગીરવયનો હોવાથી તેના વિરુધ્દ ચાઈલ્ડ એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW