HomeNationalહિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ HLFT-42 વિમાનના પાછળના ભાગમાંથી હનુમાનજીની તસવીર હટાવી,

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ HLFT-42 વિમાનના પાછળના ભાગમાંથી હનુમાનજીની તસવીર હટાવી,

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ એરશોમાં પ્રદર્શિત HLFT-42 એરક્રાફ્ટ મોડલની પૂંછડીમાંથી ભગવાન હનુમાનની તસવીર હટાવી દીધી છે. HALએ તેને આધુનિક ફાઇટર ટ્રેનર એરક્રાફ્ટ તરીકે રજૂ કર્યું હતું.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ એરશોમાં પ્રદર્શિત HLFT-42 એરક્રાફ્ટ મોડલની પૂંછડીમાંથી ભગવાન હનુમાનની તસવીર હટાવી દીધી છે. તમને જણાવી દઈએ કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસિત આ સુપરસોનિક ટ્રેનર એરક્રાફ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ટ્રેનર એરક્રાફ્ટનું નામ HLFT-42 હતું, જેને HAL એડવાન્સ્ડ ફાઈટર ટ્રેનર એરક્રાફ્ટ તરીકે રજૂ કરી રહ્યું હતું. આ પ્લેનના પાછળના ભાગમાં હનુમાનજીનું ચિત્ર કોતરવામાં આવ્યું હતું. હનુમાનજીની તસવીરની સાથે તેના પર ‘ધ સ્ટ્રોમ ઈઝ કમિંગ’ લખેલું હતું.

HALના ડિરેક્ટરે કહ્યું- આ નિર્ણય આંતરિક બેઠક બાદ લેવામાં આવ્યો છે

ભારતીય વાયુસેનાએ સોમવારે ભારતના ટેક સિટી અને કર્ણાટકની રાજધાની બેંગલુરુના આકાશમાં તેનું પરાક્રમ બતાવ્યું. સોમવારે અહીં એરફોર્સ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ફાઈટર જેટ સહિતની અનેક સુરક્ષા તકનીકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. PM મોદીએ સોમવારે એરો ઇન્ડિયાની આ 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
13 ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ શો શુક્રવાર, 17 ફેબ્રુઆરી સુધી ચાલશે. 17 ફેબ્રુઆરીના રોજ એરો ઈન્ડિયા શો 2023 માં 80 થી વધુ દેશોની ભાગીદારી જોવા મળશે. લગભગ 30 દેશોના સંરક્ષણ પ્રધાનો અને સંરક્ષણ ઉત્પાદનો સાથે જોડાયેલા લોકો તેમાં ભાગલે તેવી અપેક્ષા છે. આ શોમાં 800થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW