HomeGujaratમોરબી જિલ્લામાં લોક અદાલતનું આયોજન ૪૭૮૨ કેસનો નિકાલ, રૂ.૧૮.૮૪ કરોડનું સેટલમેન્ટ

મોરબી જિલ્લામાં લોક અદાલતનું આયોજન ૪૭૮૨ કેસનો નિકાલ, રૂ.૧૮.૮૪ કરોડનું સેટલમેન્ટ

દેશભરમાં અદાલતોમાં કેસનો ભારણ સતત વધી રહ્યું છે ખાસ કરીને નીચલી અદાલતોમાં સતત કેસ વધી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશથી કેસનું ભારણ ઘટાડવા રાજ્યમાં અલગ અલગ જિલ્લાના સમયાંતરે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લામાં પણ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ પી સી જોષીના માર્ગદર્શન માં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબી દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૭૮૨ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.લોક અદાલતમાં કુલ ૧૧,૯૫૪ કેસ રાખવામાં આવ્યા હતા જેમાંથી કુલ ૪૭૮૨ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે પ્રી-લેગીટેશન, પ્રોહીબીશન કેસો, જમીન-મિલકતના કેસ, ચેક રીટર્ન કેસ, ફેમીલી તકરારના કેસો અને વાહન અકસ્માતના કેસો ઉપરાંત ટ્રાફિકને લગતા ઈ ચલણ રાખવામાં આવ્યા હતા જેમાં કુલ રૂ ૧૮,૮૪,૫૫,૯૭૪ ની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW