મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 10 માં આરોપી તરીકે કોર્ટમાં સરેન્ડર થનારા ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલના 7 દિવસના રિમાન્ડ અર્થે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા 7 દિવસ દરમિયાન પોલીસે બંધ બારણે તપાસ કરી હતી જોકે પોલીસ આ 7 દિવસ સુધી જયસુખ પટેલને તપાસ કામ માટે ક્યાંક્યાં લઇ ગયા શું પૂછપરછ કરી અન્ય કોઈ વ્યક્તિના નામ ખુલ્યા છે કે કેમ તે અંગે કોઈ પણ કોઈ વિગત જાહેર કરવામાં આવી નથી જેથી હવે આજે જયસુખભાઈને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે ત્યારે મેજીસ્ટ્રેટ સમક્ષ પોલીસે ક્યા ક્યા મુદે તપાસ કરી અને તેમાંથી શું સત્ય બહાર આવ્યું તે અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે

પોલીસે મેજીસ્ટ્રેટ સમક્ષ વધુ તપાસ માટે ફર્ધર રિમાન્ડની માંગણી કરી ન હોય જેથી હાલ પોલીસે જયસુખ પટેલની જે પણ પૂછપરછ કરવાની હતી.તે પૂર્ણ થઇ છે તેમ માની આજે કોર્ટે જયસુખ પટેલને મોરબી જિલ્લા જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો. હાલ જયસુખભાઈ પટેલની મોરબી જેલમાં મોકલવામાં આવશે આગામી દિવસમાં જયસુખભાઈના વકીલ દ્વારા સેસન્સ કોર્ટમાં જામીન અરજી પણ મુકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવે આ જામીન અરજી ક્યારે મુકાય છે તેમના પર સૌની નજર રહેશે.

