દિલ્હીની એક સરકારી શાળામાં 40 વર્ષીય સ્પોર્ટ્સ ટીચરે કથિત રીતે શાળાના પરિસરમાં ધોરણ 3ની આઠ વર્ષની બાળકીનું જાતીય શોષણ કર્યું હોવાની ઘટના પોલીસ મથકે નોધાતા ભારે ચકચાર મચી જવા પામી હતી પોલીસે આ બનાવમાં 40 વર્ષીય શિક્ષકની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ દિલ્હીની એક સરકારી શાળામાં 40 વર્ષીય શિક્ષકની શાળાના પરિસરમાં 8 વર્ષની ધોરણ 3ની છોકરી સાથે કથિત રીતે જાતીય શોષણ કરવા બદલ અટકાયત કરવામાં આવી છે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ ટીચર પૂર્વ દિલ્હીના ન્યૂ અશોક નગર વિસ્તારની શાળા સાથે 2016 થી સંકળાયેલો છે અને હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઘટના ગયા અઠવાડિયે બની હતી જ્યારે બાળકીને કથિત રીતે લાલચ આપીને સ્કૂલની અંદર એકાંત સ્થળે લઈ જવામાં આવી હતી જ્યાં તેણે તેના પર જાતીય સતામણી કરી હતી.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તેની માતાને તેના બાળકીના વર્તન પર શંકા ગઈ. જ્યારે તેની માતાએ તેનેપૂછ્યું ત્યારે આઠ વર્ષની બાળકીએ શું થયું હતું તે જણાવ્યું. જે બાદ માતા-પિતાએ બુધવારે પોલીસનો સંપર્ક કર્યો હતો.ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પૂર્વ) અમૃતા ગુગુલોથે જણાવ્યું હતું કે લગભગ ચાર, પાંચ દિવસ પહેલા બનેલી ઘટના અંગે કોલ મળ્યા બાદ એક ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી.બાળકીનું કાઉન્સેલિંગ અને મેડિકલ તપાસ કરવામાં આવી છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પૂર્વ) અમૃતા ગુગુલોથે જણાવ્યું હતું કે, આરોપી શિક્ષક સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર) અને 506 (ગુનાહિત ધાકધમકી) અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટની અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.