HomeGujaratપોરબંદરથી દિલ્હી, મુંબઈ, અમદાવાદની બંધ થયેલ ફ્લાઈટ શરુ કરવા સાંસદ મોકરિયાની ઉડ્યન...

પોરબંદરથી દિલ્હી, મુંબઈ, અમદાવાદની બંધ થયેલ ફ્લાઈટ શરુ કરવા સાંસદ મોકરિયાની ઉડ્યન વિભાગને દરખાસ્ત

પોરબંદર થી દિલ્હી,મુંબઈ અને અમદાવાદ ની બંધ થયેલ ફ્લાઈટ શરુ કરવા રાજ્યસભા ના સાંસદે ઉડ્ડયન મંત્રી ને રૂબરૂ મળી રજૂઆત કરી છે.રાજ્યસભા ના સાંસદ રામભાઈ મોકરિયા એ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે રૂબરૂ મુલાકાત કરી જણાવ્યું હતું કે, પોરબંદર થી અમદાવાદ, મુંબઈ, દિલ્હી ની ફ્લાઇટ નિયમિત ઉડે તે માટેની કાર્યવાહી વહેલીતકે કરવામાં આવે તે જરૂરી બન્યું છે.પોરબંદર જિલ્લો મહાત્મા ગાંધીજી અને સુદામાજીનું જન્મસ્થળ છે. તદુપરાંત દ્વારકા અને સોમનાથ હિન્દુ ઓના પવિત્ર યાત્રાધામ છે. તે પોરબંદર શહેરથી અનુક્રમે 108 કિમી અને 134 કિમીના અંતરે આવેલા છે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેતા, પોરબંદર પ્રવાસન દ્વારા સંચાલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થતંત્રમાં નોંધપાત્ર ભૂમિકા ધરાવે છે. અહી નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગમાં તમામ આધુનિક સુવિધાઓ છે. એરપોર્ટ 2008 થી કાર્યરત છે પરંતુ માત્ર 3 ફ્લાઇટ્સ કાર્યરત હતી. કમનસીબે દિલ્હી,મુંબઈ અને અમદાવાદ ની આ ત્રણેય ફ્લાઈટ પણ છેલ્લા કેટલાક સમય થી બંધ કરી આવી છે આથી પોરબંદર એરપોર્ટ પરથી ફ્લાઈટની કામગીરી ફરી શરૂ કરવા અંગે પુનર્વિચાર કરી તાત્કાલીક યોગ્ય કરવા ભલામણ છે. તેમ રાજ્યસભા ના સાંસદ રામભાઈ મોકરિયા એ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આ અગાઉ લોકસભા સાંસદ રમેશભાઈ ધડુક અને પૂર્વધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા દ્વારા પણ આ બાબતે કેન્દ્ર માં ભલામણ સાથે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે વધુ એક વખત રામભાઈ મોકરિયા દ્વારા ભલામણ થઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW