HomeGujaratમાળિયા અમદાવાદ હાઇવે પર અણીયારી ટોલનાકા પાસે ધુમ્સના કારણે 30 ગાડીઓના અકસ્માત

માળિયા અમદાવાદ હાઇવે પર અણીયારી ટોલનાકા પાસે ધુમ્સના કારણે 30 ગાડીઓના અકસ્માત

અમદાવાદ માળીયા હાઇવે ઉપર આવેલ અણીયાળી ટોલના કપાશે વહેલી સવારે ધુમસના કારણે 30થી વધુ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જોકે આકસ્માત ની અંદર કોઈ મોટી દુર્ઘટના નહોતી સર્જાય જેના કારણે લોકોએ અને વાહન ચાલકોએ રાહતનું શ્વાસ લીધો હતો સતત બીજા દિવસે રાજ્યભર ની અંદર ગાંઠ ધૂમસ જોવા મળી રહી છે જેના કારણે અનેક જગ્યાએ અકસ્માત સર્જાય રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે અણીયારી ટોલનાકા પાસે એકી સાથે 30 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા આજુબાજુના ગામના લોકો પણ અણીયાળી ટોલનાકા પાસે પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક પોલીસ અને લોકોની મદદથી વાહનો દૂર કરી ટ્રાફિક કર્યું હતું જો કે હજુ પણ અનેક વાહનો ફસાયા હોવાની માહિતી મળી રહી છે

પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારે ધુમસના કારણે ટ્રક ગાડીઓ સહિત 30 જેટલા વાહનો અથડાયા હતા જોકે ઘટનામાં પાંચથી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી જોકે આજુબાજુના લોકોએ અને હાઇવે ઓથોરિટી દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માતના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. પોલીસ પણ ઘટના સ્થળે દોડીને તાત્કાલિક હાઇવે ઓથોરિટીની મદદથી વાહનો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી અને અન્ય વાહનોને પણ ધુમસના કારણે વાહન ધીમે ચલાવવાની સૂચના આપી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW