મોરબી એલસીબી એ એમ ડી ડ્રગ્સ માં પકડેલો આરોપી ડુપ્લીકેટ યુરિયા ડીઝલ બનાવતો હોવાનો પણ ઘટસ્પોટ થયો છે વાંકાનેર ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ આદિત્યરાજ રિફેક્ટ્રીઝ નામના કારખાના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડીમાંથી વાંકાનેર પોલીસે 20 લિટરની 99 ડોલ ટાટા જેન્યુન પાર્ટ્સ લખેલ યુરીયા ડીઝલ ભરેલ મળી આવતા તપાસ હાથ ધરી હતી જેમાં એલસીબીએ એમડી ડ્રગ્સ માં પકડેલો આરોપી જ આ ડુપ્લીકેટ યુરિયા ડીઝલ વેચાણ કરવાના ઇરાદે લાવ્યો હોવાનું બહાર આવતા તપાસ હાથ ધરી
ઉલ્લેખનીય છે કે અગાઉ મોરબી એલસીબીએ ઓમ પ્રકાશ ચૌધરી બાડમેર રાજસ્થાન વાળાને એમડી ડ્રગ્સ માં ઝડપી હતો જે વાંકાનેર પાસે ગોડાઉનમાં ડુપ્લીકેટ ટાટા કંપનીનું યુરિયા ડીઝલ બનાવીને વેચાણ કરે તે પહેલા જ વાંકાનેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ચાલતો વાંકાનેર પોલીસે આ આરોપી વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ કલમ 63, 64 તથા ટ્રેડમાર્ક એક કલમ 103 104 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી

